/connect-gujarat/media/media_files/2025/02/10/ZCxAfbTWT636AjoFIqiB.jpg)
આઈસીસી ચેમ્પિયન ટ્રોફી શરુ થવામાં હવે માત્ર થોડા દિવસનો જ સમય બાકી છે. ટૂર્નામેન્ટ માટે તમામ ટીમો તૈયારીમાં લાગી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.ત્યારે પાકિસ્તાનની ટીમે ચેમ્પિયન ટ્રોફી માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે પરંતુ આ સાથે તેની મજાક ઉડવા લાગી છે. સોશિયલ મીડિયા પર ચાહકો પાકિસ્તાનની નવી જર્સીને લઈ કહી રહ્યા છે કે, આ આયરલેન્ડની કોપી છે.
પાકિસ્તાનની આ નવી જર્સીને લઈ ચાહકો પુછી રહ્યા છે કે, શું ખરેખર આ પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સી છે કે, આયરલેન્ડની. તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાની ટીમે જે લીલા રંગની જર્સી લોન્ચ કરી છે. તે આયરલેન્ડની ટીમની જર્સી જેવી દેખાય છે. આ કારણે ટીમની મજાક ઉડી રહી છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સી ચાહકો પણ ખરીદી શકે છે.પીસીબીએ જર્સીની કિંમત 40 ડોલર રાખી છે. જે ભારતીય રુપિયામાં અંદાજે 3500 રુપિયામાં ખરીદી શકો છો. પાકિસ્તાની રુપિયામાં આની કિંમત 11 હજાર રુપિયા છે.