પાકિસ્તાન પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવશે !

વીજળીનું ઉત્પાદન વધારવા માટે પાકિસ્તાન પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે. આ માટે પાકિસ્તાનની એટોમિક એનર્જી

New Update
Screenshot_2025-01-01-08-29-44-14_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
Advertisment

વીજળીનું ઉત્પાદન વધારવા માટે પાકિસ્તાન પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે. આ માટે પાકિસ્તાનની એટોમિક એનર્જી રેગ્યુલેટરી એજન્સીએ તેને દેશમાં વીજ ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટને ચીનની કંપની હુઆલોંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.C-5 એ ત્રીજી પેઢીનું અદ્યતન પ્રેશરાઈઝ્ડ વોટર રિએક્ટર છે. તેને બનાવવા માટે લગભગ 3.7 બિલિયન યુએસ ડોલરનો ખર્ચ થશે.

Advertisment

પાકિસ્તાનની નેશનલ ઈકોનોમિક કાઉન્સિલની કાર્યકારી સમિતિએ આ માટે પહેલા જ મંજૂરી આપી દીધી છે. તેમાં ડબલ-શેલ કન્ટેઈનમેન્ટ અને રિએક્ટર-ફિલ્ટર વેન્ટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.આ પ્લાન્ટ 60 વર્ષ સુધી તેની સેવાઓ આપશે. પાકિસ્તાનમાં આ ડિઝાઇનનો આ ત્રીજો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. આ સિવાય બે અન્ય પ્લાન્ટ, કરાચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ 2 અને 3, પહેલેથી જ કાર્યરત છે.

Latest Stories