અંકલેશ્વર: કોસમડીની સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની બક્ષીસમાં મળેલી જમીન ખોટી રીતે વેચી દેવાય હોવાના આક્ષેપ, કલેકટરને કરાય રજુઆત

અંકલેશ્વરના કોસમડી ખાતે આવેલ સ્ટાર ઈંગ્લીશ મીડિયા સ્કૂલની બક્ષીસમાં મળેલી જમીન ખોટા ખેડૂત ખાતેદાર બની વેચી દેવામાં આવી હોવાની ફરિયાદ કલેકટર કચેરીમાં કરવામાં આવી છે.

New Update

અંકલેશ્વરના કોસમડીમાં આવેલી છે સ્કૂલ

સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની જમીનનો મામલો

શાળાની જમીન ખોટી રીતે વેચી દેવાય હોવાના આક્ષેપ

ખોટા ખેડૂત ખાતેદાર બની જમીન વેચી દેવાય હોવાની રજુઆત

કલેકટરને રજુઆત કરવામાં આવી

અંકલેશ્વરના કોસમડી ખાતે આવેલ સ્ટાર ઈંગ્લીશ મીડિયા સ્કૂલની બક્ષીસમાં મળેલી જમીન ખોટા ખેડૂત ખાતેદાર બની વેચી દેવામાં આવી હોવાની ફરિયાદ કલેકટર કચેરીમાં કરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે સર્વે નંબર 554 પર સ્ટાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ આવેલ છે. જેનું સંચાલન રાષ્ટ્રીય સાંસ્કૃતિક વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે ટ્રસ્ટ ને શાળા માટે કોસમડીના સુલેમાનભાઈ ઉનીયા દ્વારા સર્વે નંબર 554 પૈકી 2 એકર જમીન બક્ષિસમાં વર્ષ 2008માં આપવામાં આવી હતી. આ જમીન ખાતૂન હાજી ગુલામ હુસેન અને હાજી મહંમદ હુસેન પઠાણ દ્વારા પોતાની હોવાના દવા સાથે અન્યને વેચી દીધી હોવાની ફરિયાદ ટ્રસ્ટ અને શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાને કરવામાં આવેલ ફરિયાદ અનુસાર ખેડૂત ખાતેદાર બની ખોટા ડોક્યુમેન્ટ આધારે જમીન પોતાના નામે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે  જે બાદ જમીન વેચી દેવામાં આવી છે. ગુજરાત ટેન્ટસી એક્ટની કલમ -63 મુજબ ગુજરાત બહારની વ્યકતિ ગુજરાતમાં ખેતીની જમીન ધારણ કરી શકતા નથી છતાં જમીન ધારણ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Latest Stories