/connect-gujarat/media/media_files/2025/08/09/dahod-2025-08-09-20-45-21.jpg)
પંચમહાલ હાલોલના ગોધરા રોડ પર આવેલી નાકોડા દર્શન સોસાયટીમાં રહેતા જમાતરાય શાહ નામના આધેડે અગમ્ય કારણોસર હાલોલના મુખ્ય તળાવમાં જંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચીજવા પામી છે.
તળાવમાં ડૂબેલા આધેડને કેટલાક ઇસમો જોઈ જતા તુરંત હાલોલ ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી. અને કેટલાક સ્થાનિક રહીશોએ પણ આ આધેડને બચાવવા તળાવમાં કુદયા હતા. અને ભારે જહમત બાદ તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સના એમ.આર દ્વારા પી.સી.આર આપી બેશુદ્ધ બનેલા આધેડને હોશમાં લાવવા પ્રયાસો કર્યા જે નિષ્ફળ જતાતે મૃત્યુપામ્યા હોવાનું જણાવ્યું હતું. અને બોડીને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અને મૃતદેહને પી.એમ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી આવેલા પરિવારજનોએ મૃતકનું પી.એમ કરાવવા ઇન્કાર કર્યો..
હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટરો સાથે વાદવિવાદ બાદ પરિવારજનો ખાનગી વાહનમાં મૃતદેહને વડોદરા લઈ જવાનું કહી નીકળી ગયા હતા..આ મૃતકના મૃત્યુ અંગે અનેક રહસ્ય સર્જાયા છે. પરિવારજનો મૃતદેહને લઈને વડોદરા ગયા કે પછી અંતિમ સંસ્કાર કરવા ગયા તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.