પેરિસ ઓલોમ્પિક: ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ

દેશ | સમાચાર , ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. 26 વર્ષના નીરજે બીજા પ્રયાસમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.45નો સ્કોર કર્યો.

New Update
નીરજ ચોપરા

ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. 26 વર્ષના નીરજે બીજા પ્રયાસમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.45નો સ્કોર કર્યો. તેણે સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 92.97 મીટર થ્રો ફેંક્યો હતો.

તેણે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. અરશદે 6 માંથી 2 થ્રો 90 થી વધુ ફેંક્યા. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (88.54 મીટર)ને બ્રોન્ઝ મળ્યો.તે સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો. નીરજ પહેલા રેસલર સુશીલ કુમાર અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતી ચૂક્યા છે.

Latest Stories