પટિયાલા હાઉસ કોર્ટે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓને આજીવન કેદની સજા ફટકારી

New Update
પટિયાલા હાઉસ કોર્ટે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓને આજીવન કેદની સજા ફટકારી

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓને સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર હુમલો કરવા અને કાવતરું ઘડવા બદલ કોર્ટે આ સજા સંભળાવી છે. આ પાંચ આતંકવાદીઓમાં સજ્જાદ અહેમદ ખાનનું નામ પણ સામેલ છે, જેણે પુલવામામાં CRPF કાફલા પર હુમલા દરમિયાન સુરક્ષા દળોની હિલચાલ વિશે માહિતી આપી હતી.

પટિયાલા હાઉસ કોર્ટે તમામ 5 આતંકવાદીઓને દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવા બદલ દોષિત ઠેરવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે સજ્જાદ અહેમદ ખાન, બિલાલ અહેમદ મીર, મુઝફ્ફર અહેમદ ભટ, ઈશ્ફાક અહેમદ ભટ અને મેહરાજુદ્દીનને સજા સંભળાવી છે. ન્યાયાધીશે આ કેસમાં તનવીર અહેમદ ગનીને પણ પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.

Latest Stories