પીએમ જન આરોગ્ય યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સામેલ,રૂ. 5 લાખ સુધીની મફત સારવાર

: Featured | દેશ | સમાચાર,કેન્દ્ર સરકારે (11 સપ્ટેમ્બર) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનામાં 70

pm
New Update

કેન્દ્ર સરકારે બુધવારે (11 સપ્ટેમ્બર) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવશે. મોદી કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા બીજેપીના મેનિફેસ્ટોમાં આ વાત કહેવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર, 6 કરોડ વરિષ્ઠ નાગરિકો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. દેશના લગભગ 4.5 કરોડ પરિવારો તેમાં સામેલ થશે.સરકારે કહ્યું કે 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, આ લાભ મેળવી શકશે. તેમના માટે નવું અલગ કાર્ડ આપવામાં આવશે. આ સાથે તેઓ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે.

#Free treatment
Here are a few more articles:
Read the Next Article