PM મોદી પાસે પોતાનું ઘર, ગાડી અને જમીન નથી, 3 કરોડ રૂપીયાની સંપત્તિ જાહેર કરી

New Update
PM મોદી પાસે પોતાનું ઘર, ગાડી અને જમીન નથી, 3 કરોડ રૂપીયાની સંપત્તિ જાહેર કરી

PM નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટ મુજબ, તેમની પાસે ન તો કોઈ ઘર છે, ન જમીન કે કાર. 2019માં તેમની પાસે ગાંધીનગરમાં 1.10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હતી, પરંતુ આ વખતે એનો કોઈ ઉલ્લેખ નથી. PMએ 15 વર્ષથી એકપણ જ્વેલરી ખરીદી નથી.મોદી પાસે 52,920 રૂપિયા રોકડા છે. તેમણે કુલ રૂ. 3.02 કરોડની સંપત્તિ જાહેર કરી છે. 5 વર્ષમાં આ પ્રોપર્ટીમાં 87 લાખ રૂપિયાનો વધારો થયો છે.

વારાણસીથી તેમની પ્રથમ ચૂંટણી (2014) મોદીએ તેમની કુલ સંપત્તિ 1.65 કરોડ રૂપિયા જાહેર કરી હતી. બીજી ચૂંટણી (2019)માં એ વધીને 2.15 કરોડ રૂપિયા થઈ ગઈ. પીએમએ મોબાઈલ નંબર પણ જણાવ્યો છે.PMએ તેમનું સરનામું– C/1, સોમેશ્વર ટેનામેન્ટ્સ, રાણીપ, અમદાવાદ જણાવ્યું છે. ઉમેદવારીપત્રકમાં પત્ની જશોદાબેનનું નામ લખવામાં આવ્યું છે. જોકે પત્નીની આવક વિશે માહિતી આપવામાં આવી ન હતી. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઓક્ટોબર 2002માં જમીન ખરીદી હતી. એમાં ત્રણ હોદ્દેદારો હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પોતાનો હિસ્સો દાનમાં આપી દીધો. તેથી આ વખતે તેમની સ્થાવર સંપત્તિ શૂન્ય થઈ ગઈ છે.

Latest Stories