Connect Gujarat
દેશ

PM મોદીએ વારાણસીના કાશીમાં ફોર લેન બ્રિજનું કર્યું નિરીક્ષણ, સીએમ યોગી આદિત્યનાથ પણ રહ્યા હાજર

PM મોદીએ વારાણસીના કાશીમાં ફોર લેન બ્રિજનું કર્યું નિરીક્ષણ, સીએમ યોગી આદિત્યનાથ પણ રહ્યા હાજર
X

ગઇકાલે PM મોદી ગુજરાતથી સીધા જ મોડી રાત્રે જ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. મહત્વનું છે કે, આજે PM મોદી અહીં ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. PM મોદી જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે CM યોગી, ભાજપ UP અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ પછી તેમણે રોડ શો પણ કર્યો જે દરમિયાન ઘણી જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

આ તરફ જ્યારે PM મોદીનો કાફલો બનારસ લોકમોટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો ત્યારે તેમના વાહનોનો કાફલો શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર થંભી ગયો. જ્યાંથી PM મોદીએ ફોર લેનનું નિરીક્ષણ કર્યું. PM મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ PM મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા.

વડા પ્રધાને જે ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તેનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેના કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે. ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે

Next Story