સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલ G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સાથે કરી મુલાકાત

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલ G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુલાકાત થઈ. મુલાકાત બાદ, બંને નેતાઓએ

New Update
scs

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલ G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુલાકાત થઈ. મુલાકાત બાદ, બંને નેતાઓએ એકબીજાનો આભાર વ્યક્ત કર્યો અને ભારત-ફ્રાન્સ મિત્રતાની મજબૂતાઈ પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી. 

રાષ્ટ્રપતિ મેક્રોને લખ્યું કે આભાર મારા મિત્ર નરેન્દ્ર મોદી. દેશ ત્યારે મજબૂત થાય છે, જ્યારે તેઓ સાથે મળીને આગળ વધે છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા અમર રહે. આટલું ન નહીં, વડાપ્રધાન મોદીએ પણ આ બેઠકને એક અદ્ભુત વાતચીત ગણાવી. તેમણે કહ્યું કે જોહાનિસબર્ગ G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને તેમને આનંદ થયો. ઘણા મુદ્દાઓ પર ઉપયોગી ચર્ચા થઈ. ભારત-ફ્રાન્સ સંબંધો વિશ્વ માટે સકારાત્મક શક્તિ છે.

G20 સમિટના બીજા સત્રમાં, પીએમ મોદીએ વધતી કુદરતી આફતોની પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે વિશ્વભરમાં આફતોની સંખ્યા અને અસર સતત વધી રહી છે, જે માનવતા માટે એક મોટો પડકાર છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારતે 2023માં G20ની અધ્યક્ષતા દરમિયાન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ બનાવ્યું હતું, જેથી આપત્તિ વ્યવસ્થાપનમાં વૈશ્વિક સહયોગ વધારી શકાય. તેમણે આ મુદ્દાને પ્રાથમિકતા આપવા બદલ સાઉથ આફ્રિકાની પ્રશંસા કરી.

Latest Stories