Connect Gujarat
દેશ

PM મોદીને ભૂટાનનું સર્વોચ્ચ સન્માન મળ્યુ, દેશવાસીઓને કર્યું સમર્પિત

PM મોદીને ભૂટાનનું સર્વોચ્ચ સન્માન મળ્યુ, દેશવાસીઓને કર્યું સમર્પિત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, શુક્રવારે ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલપો' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મોદીએ કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

મોદીએ કહ્યું, "એક ભારતીય તરીકે મારા જીવનનો આજનો દિવસ ખુબ મહત્વનો છે. તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો છે. દરેક એવોર્ડ વિશેષ હોય છે, પરંતુ જ્યારે કોઈ બીજા દેશ તરફથી એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે આપણે બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની થિમ્પુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકને મળ્યા હતા. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. ટોબગેએ મોદીને કહ્યું, 'મારા મોટા ભાઈનું સ્વાગત' છે. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

Next Story