Connect Gujarat
દેશ

પી.એમ.મોદીએ કહ્યું- હેડલાઇન પર નહીં, ડેડલાઇન પર કામ કરું છું

પી.એમ.મોદીએ કહ્યું- હેડલાઇન પર નહીં, ડેડલાઇન પર કામ કરું છું
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (16 માર્ચ) રાત્રે દિલ્હીમાં ઈન્ડિયા ટુડેના કોન્ક્લેવ 2024માં હાજરી આપી હતી. તેમના 53 મિનિટના સંબોધનમાં તેમણે દેશની પ્રગતિ, સરકારી યોજનાઓ અને દેશ પ્રત્યેના તેમના વિઝન વિશે જણાવ્યું. પીએમ મોદીએ કહ્યું, “હું ડેડલાઈન પર કામ કરનારો માણસ છું, હેડલાઇન્સ પર નહીં. હું તે બાબતો તરફ પણ ધ્યાન આપીશ જેને મીડિયા આકર્ષક નથી માનતું. જેને મીડિયા અડતું પણ નથી.

પરંતુ આ મુદ્દાઓ સ્ટાર્ટઅપ્સની જેમ સામાન્ય લોકોને સ્પર્શે છે.તેણે કહ્યું કે તમે 2029 પર અટકી ગયા છો. હું 2047 માટે કામ કરું છું. આજે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે 1.25 લાખ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિની વાસ્તવિક ઓળખ એ છે કે તે ભારતના 600 જિલ્લાઓમાં છે.

Next Story