Connect Gujarat
દેશ

PM મોદીએ વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રાની કરાવી શરૂઆત, વિશેષતા અને ભાડુ સાંભળી રહી જશો દંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રા ભેટ કરી હતી ત્યારે આ ક્રૂઝની વિશેષતા નિહાળી તમે પણ ડાંગ રહી જશો

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રા ભેટ કરી હતી ત્યારે આ ક્રૂઝની વિશેષતા નિહાળી તમે પણ ડાંગ રહી જશો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રા ભેટ કરી હતી.PM નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના કિનારે બનેલ 'ટેન્ટ સિટી'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે PM મોદી વારાણસીથી ડિબ્રુગઢ જનાર ગંગા વિલાસ ક્રૂઝનું ઉદ્ઘાટન કર્યું હતું.આ ક્રૂઝમાં ફાઈવ સ્ટાર લક્ઝરી સુવિધાઓ છે. આ સિવાય આ ક્રૂઝની ઘણી એવી ખાસિયતો છે, જેને જાણીને તમે ચોંકી જશો. આ ક્રૂઝ એટલી હાઇટેક છે કે, તેમાં એસટીપી પ્લાન્ટ, વોટર ફિલ્ટરેશન સિસ્ટમ સહિત ઘણી ખાસ વસ્તુઓ છે જે તેને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવે છે.

આ ક્રૂઝમાં 40 હજાર લિટરની ફ્યુઅલ ટેન્ક છે, જેથી આ ક્રૂઝ 35 થી 40 દિવસ સુધી ફ્યુઅલ રિફિલિંગ વગર ચાલી શકે છે. આ સિવાય આ ક્રુઝમાં 60 હજાર લીટર તાજા પાણીનો સંગ્રહ પણ છે. આ ફાઈવ સ્ટાર હોટલમાં 18 સ્યુટ રૂમ છે, જેમાં 36 પ્રવાસીઓ રહી શકે છે. આ સિવાય આ ક્રૂઝમાં 40 ક્રૂ મેમ્બર માટે રહેવાની પણ વ્યવસ્થા છે. આ બધા સિવાય આ ક્રૂઝમાં સ્પા, સલૂન, જિમ જેવી સુવિધાઓ પણ છે.

Next Story