PM મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો કરશે જાહેર

New Update
PM મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો કરશે જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે. આ પૈસાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલા લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 જાન્યુઆરીએ બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી. 15 જાન્યુઆરીએ આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદી દેશના 100 જિલ્લાના એક લાખ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાત કરશે.

Latest Stories