Connect Gujarat
દેશ

પીએમ મોદી આવતીકાલે 3 રાષ્ટ્રના વડાઓ સાથે કરશે બેઠક, જાણો સમગ્ર કાર્યક્રમ

પીએમ મોદી આવતીકાલે 3 રાષ્ટ્રના વડાઓ સાથે કરશે બેઠક, જાણો સમગ્ર કાર્યક્રમ
X

ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ 3 રાષ્ટ્રના વડાઓ સાથે બેઠક કરશે અને સાંજે UAEના વડા સાથે બેઠક બાદ MOU કરશે. મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો અને રોડ શોમાં હાજરી આપશે. ઉપરાંત 5 મલ્ટી નેશનલ કંપનીના CEO સાથે PM બેઠક કરશે.

પીએમ મોદીનો કાર્યક્રમ :

9:10 કલાકે પીએમ PM રાજભવનથી મહાત્મા મંદીર જવા રવાના થશે

9:20 કલાકે મહાત્મા મંદિર ખાતે પહોંચશે PM મોદી

9:20થી 9:30 કલાક દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ

9:30થી 10 કલાક સુધી PM મોદી ટીમોર લેસ્ટે ના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે

10:10થી 11:45 કલાક દરમિયાન 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે PM મોદી

11:45થી 12:15 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે

12:15થી 12:25 અધિકારીઓ સાથે બ્રિફિંગ

12:25થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે

1થી 1:10 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે

1:15 કલાકે PM મોદી મહાત્મા મંદિરથી રવાના થશે

1:25 કલાકે રાજભવન પહોંચશે PM મોદી

1:30થી 2:45 કલાકનો સમય રાજભવનમાં અનામત રાખવામાં આવ્યો છે

2:45 કલાકે PM મોદી રજભવનથી રવાના થશે

2:55 કલાકે PM મોદી પહોંચશે હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર

3થી4 કલાક દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશે PM મોદી

4:05 કલાકે PM મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાંથી રવાના થશે

4:10 PM મોદી મહાત્મા મંદિરે પહોંચશે

4:10થી 4:45 કલાકનો સમય મહાત્મા મંદિરમાં અનામત રાખવામાં આવ્યો છે

4:50 કલાકે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે PM મોદી

5:20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી

5:30થી 5:40 UAEના વડાને આવકારશે

5:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી PM મોદી અને UAEના વડા રોડ શો સ્વરૂપે રવાના થશે

6:10 કલાકે PM મોદી UAEના વડા સાથે હોટલ લીલા પહોંચશે

6:15થી 8:30 દરમિયાન UAEના વડા સાથે બેઠક, MOU અને ભોજન કરશે PM મોદી

8:30 કલાકે PM મોદી રાજભવન જવા રવાના થશે

8:45 કલાકે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે PM મોદી

Next Story