Connect Gujarat
દેશ

PM મોદી આજે દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, 1 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આપશે ભેટ

PM મોદી આજે દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, 1 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આપશે ભેટ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે.

આનાથી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.નિવેદન અનુસાર, આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે 4,100 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સેક્શન સુધી 9.6 કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.આ મુજબ પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં લગભગ 4,600 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત લખનૌ રિંગ રોડના ત્રણ વિભાગ અને આંધ્ર પ્રદેશમાં લગભગ 2,950 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત નેશનલ હાઈવે-16ના આનંદપુરમ-પેંદુર્થી-અનાકાપલ્લે સેક્શનનું ઉદ્ઘાટન કરશે. .

Next Story