વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પહેલા તેઓ આઠ વખત અમેરિકાનો પ્રવાસ કરી ચુક્યા છે. વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, PM મોદી આજથી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. આ દરમિયાન, તેઓ ક્વાડ નેતાઓની ચોથી સમિટમાં ભાગ લેશે, જે આજે વિલ્મિંગ્ટન, ડેલવેરમાં યોજાશે.
આ સમિટનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન કરશે.અમેરિકા પ્રવાસ માટે રવાના થયા બાદ વડાપ્રધાને X પર એક પોસ્ટમાં લખ્યું કે આજે, હું રાષ્ટ્રપતિ બાઇડનના વતન વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીમાં ફ્યુચર સમિટને સંબોધવા માટે યુએસની ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યો છું.પીએમ મોદીએ આગળ લખ્યું કે તેઓ ક્વાડ સમિટ માટે તેમના સાથીદારો રાષ્ટ્રપતિ બાઇડન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે જોડાવા માટે ઉત્સુક છે. આ ફોરમ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા સમાન વિચારધારાના દેશોના અગ્રણી જૂથ તરીકે ઉભરી આવ્યું છે.