/connect-gujarat/media/post_banners/ee611dcabfa5f2e8e77e1bd426bf46fdb826e5430f88418c2af42e1529f1c09f.webp)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કર્ણાટકનાં એક દિવસીય પ્રવાસ પર આવશે જ્યાં તેઓ આત્મનિર્ભર ભારત કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે તુમકુરૂમાં હિંદુસ્તાન એયરોનૉટિક્સ લિમિડેટ HALની એક હેલિકોપ્ટક ફેક્ટ્રીનું ઉદ્ગાટન કરશે.
રક્ષામંત્રાલયે જણાવ્યું કે ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ફેક્ટ્રી 615 એકરમાં ફેલાયેલી છે. દેશની હેલીકોપ્ટર સંબંધિત તમામ જરૂરિયાતો માટે એક જ જગ્યાએ સામાન ઉપલબ્ધ કરાવવાનાં ઈરાદાથી તેને તૈયાર કરવામાં આવ્યું છે.
ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ભારતની સૌથી મોટી હેલીકોપ્ટર નિર્માણની ફેક્ટ્રી છે. શરૂઆતમાં અહીં લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર બનાવવામાં આવશે. એચએએલનાં 20 વર્ષોમાં 3-15 ટનમાં 1000થી વધુ હેલિકોપ્ટર બનાવવાની યોજના છે. આ ફેક્ટ્રીનાં ઉદ્ગાટન સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને રક્ષામંત્રાલયનાં વરિષ્ઠ અધિકારી હાજર રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકની યાત્રા દરમિયાન દેશનાં ઊર્જા ક્ષેત્રનાં પાવરહાઉસની વધી રહેલી શક્તિઓનાં પ્રદર્શન કરવાનાં ઉદેશ્યથી પેટ્રોલની સાથે 20% એથેનોલનાં મિશ્રણ 'ઈ-20'ની શરૂઆત કરશે અને ભારત ઊર્જા સપ્તાહનું પણ ઉદ્ગાટન કરશે. પીએમ મોદી તુમકુરૂ ઔદ્યોગિક શહેર અને તુમકુરૂમાં 2 જળ જીવન મિશન યોજનાઓનું શિલાન્યાસ કરશે.