Connect Gujarat
દેશ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લામાંથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે PM નરેન્દ્ર મોદી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લામાંથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે PM નરેન્દ્ર મોદી
X

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. વડાપ્રધાન 16 માર્ચે કર્ણાટકના ખડગેના ગૃહ જિલ્લા કાલબુર્ગીમાં એક જાહેર સભાને સંબોધિત કરીને તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. બુધવારે પાર્ટીના રાજ્ય એકમના મહાસચિવ વી. સુનીલ કુમારે મીડિયાને આ માહિતી આપી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલબુર્ગી જિલ્લાના છે. ખડગે 2009 અને 2014માં અહીંથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે ગયા લોકસભામાં ખડગે ભાજપના ઉમેદવાર ઉમેશ જાધવ સામે હારી ગયા હતા.સુનીલ કુમારે બીજેપીના પ્રદેશ મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મોદી 18 માર્ચે શિવમોગામાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે મોદી 16 માર્ચે કલબુર્ગીના એનવી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં જાહેર સભા કરશે.જ્યારે શિવમોગામાં 18 માર્ચે અલ્લામાપ્રભુ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે. કર્ણાટક ભાજપ માટે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે. કારણ કે સાઉથમાં આ એકમાત્ર રાજ્ય છે, જ્યાં ભાજપ અગાઉ પોતાના દમ પર શાસન કરી રહી છે.

Next Story