આસામમાં સિલ્ચર મેડિકલ કોલેજ હોસ્પિટલ (SMCH)ની બહાર પોલીસ અને કુકી સમુદાયના લોકો વચ્ચે વિવાદ થયો, જેના પગલે પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો.હકીકતમાં, મણિપુરના જીરીબામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા 10 ઉગ્રવાદીઓના પરિવારજનો તેમના મૃતદેહની માગ સાથે હોસ્પિટલની બહાર વિરોધ કરી રહ્યા હતા.
આસામ પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મૃતદેહો મણિપુર પોલીસને સોંપવામાં આવશે, પરંતુ પરિવારના સભ્યોએ મૃતદેહોને ત્યાં સોંપવાની માગ સાથે પથ્થરમારો કર્યો.આ પછી પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી અને પરિવારજનો મણિપુર પોલીસ પાસેથી મૃતદેહ લેવા માટે રાજી થયા. હવે મૃતદેહોને એરલિફ્ટ કરીને મણિપુરના ચુરાચંદપુર લઈ જવામાં આવી રહ્યા છે.