/connect-gujarat/media/media_files/2025/09/09/scss-2025-09-09-22-27-13.jpg)
નેપાળમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) કેપી ઓલી સરકારના 9 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ મંત્રીઓએ સોમવારે સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક Gen-Z પ્રદર્શન દરમિયાન સરકારી નીતિઓ અને સરકારી કાર્યવાહીને પોતાના રાજીનામાનું કારણ ગણાવ્યું છે. બીજી તરફ, નેપાળના બિરગંજમાં નેપાળ સરકારના કાયદા મંત્રી અજય કુમાર ચૌરસિયાનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું છે.
રાજીનામું આપનારા મંત્રીઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલય સાથે સંકળાયેલા નામોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે, સરકારે નાગરિકોના અવાજને દબાવવા અને લોકશાહી અધિકારોનું સન્માન ન કરવા માટે આ પગલું ભર્યું છે. ઉપરાંત, નાયબ વડા પ્રધાને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું એ વાતનો સંકેત છે કે રાજકીય અસંતોષ માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ સરકારના ઉચ્ચ સ્તર સુધી પણ ફેલાઈ ગયો છે. કાઠમંડુમાં વિરોધીઓએ CPN-MCના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ, સંદેશાવ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગ, ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક, વગેરેના નિવાસસ્થાનો પર પથ્થરમારો અને આગ લગાવી દીધી. મકવાનપુરમાં, હેતૌડા અને પૂર્વ મનહરી બજારમાં મોટા પાયે દેખાવો કરવામાં આવ્યા હતા, જ્યાં વિરોધીઓએ ટાયર સળગાવીને પૂર્વ-પશ્ચિમ હાઇવેને અવરોધિત કર્યો હતો, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. અશાંતિને કાબુમાં લેવા માટે પોલીસે વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા છે..