દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં વધારો, ગાઢ ધુમ્મસના લીધે વિઝીબીલીટી થઈ ઘણી ઓછી, હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે ખતરનાક સ્તરે જઈ રહ્યું છે અને જેના લીધે ગાઢ ધુમ્મસના લીધે વિઝીબીલીટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા

author-image
By Connect Gujarat Desk
New Update
PTI1_8_2018_000023B

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે ખતરનાક સ્તરે જઈ રહ્યું છે અને જેના લીધે ગાઢ ધુમ્મસના લીધે વિઝીબીલીટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલું જ નહીં પણ ટ્રેન અને ફ્લાઇટ સેવાને પણ અસર થઈ છે. 

દિલ્હી સહિત ઘણા સ્થળોએ મોડી રાતથી ગાઢ ધુમ્મસ છવાયેલું છે અને જેની સીધી અસર ટ્રાફિક પર પડી રહી છે. રસ્તે જતાં વાહનો ઉપરાંત ટ્રેન અને હવાઈ ટ્રાફિક પણ આ ધુમ્મસને લીધે પ્રભાવિત થયા છે. દિલ્હીથી આવનારી ઘણી ટ્રેનો લેટ થઈ છે અને સાથે ફ્લાઇટ પઆન ડીલે થઈ છે. ત્યાં સુધી કે વિવિધ ફ્લાઇટ સેવાઓએ આઅને લગતી એડવાઇઝરી પણ જાહેર કરી છે. એયર ઈન્ડિયાની એક ફ્લાઇટને ગોવાના મોપા એરપોર્ટથી રાતે 11:55 વાગે ઉડાન ભરી હતી.આ ફ્લાઇટ સવારે 2.35 વાગે IGI એરપોર્ટ ટર્મિનલ 1 પર લેન્ડ થવાની હતી પણ ધુમ્મસના લીધે તે શકાય ના બન્યું અને જયપુર એરપોર્ટ પર ભારે ભીડ હતી કારણકે ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સને ત્યાં ડાયવર્ટ કરવામાં આવી છે તો ઘણી ફ્લાઇટ્સને દિલ્હીથી 1000 કિમી દૂર અમદાવાદ પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોરર્ટ એ ગાઢ ધુમ્મસના લીધે એક ટ્રાવેલ એડવાયઝરી જાહેર કરી છે કારણ કે શહેરમાં ફરીકવાર એયર ક્વોલિટી ' અતિ ગંભીર' કેટેગરીમાં આવી ગઈ છે. સેન્ટ્રલ કંટ્રોલ બોર્ડ (CPCB) ના એક ડેટા મુજબ રાતે લગભગ 11.20 વાગે દિલ્હીનો AQI 404 હતો જે 'ગંભીર' કેટેગરીમાં આવે છે.

Latest Stories