મુલાયમ સિંહ યાદવ માટે UPમાં પ્રાર્થનાઓનો દોર, ICUમાં ચાલી રહી છે સારવાર

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક

મુલાયમ સિંહ યાદવ માટે UPમાં પ્રાર્થનાઓનો દોર, ICUમાં ચાલી રહી છે સારવાર
New Update

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. મુલાયમ સિંહ માટે દેશભરમાં પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં શનિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુલાયમ સિંહ યાદવને પહેલા પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા, બાદમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ હવે તેમને ક્રિટિકલ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું કે, "મુલાયમ સિંહ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ છે અને નિષ્ણાતોની એક ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે." હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, તેમની સારવાર ઓન્કોલોજિસ્ટ ડૉ. નીતિન સૂદ અને ડૉ. સુશીલ કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી એસ.પી બઘેલ મેદાંતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના ભાઈ શિવપાલ યાદવ અને કેટલાક અન્ય મોટા નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ, પુત્રવધૂ ડિમ્પલ યાદવ પણ રવિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ તેમની તબિયત જાણવા માટે હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા. જોકે, પાર્ટીએ કાર્યકર્તાઓને ગુરુગ્રામમાં એકઠા ન થવાની અપીલ કરી છે.

#UP #ICU #Mulayam Singh Yadav
Here are a few more articles:
Read the Next Article