પ્રીતિ સુદાન બન્યા UPSCના નવા અધ્યક્ષ, આજે સંભાળશે ચાર્જ

દેશ | સમાચાર , 30 જુલાઈ, મંગળવારના રોજ કેન્દ્ર સરકારે પ્રીતિ સુદાનને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.પ્રીતિ સુદાન 1983 બેચના IAS અધિકારી

New Update
scc

30 જુલાઈ, મંગળવારના રોજ કેન્દ્ર સરકારે પ્રીતિ સુદાનને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. પ્રીતિ સુદાન 1983 બેચના IAS અધિકારી, ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ છે. તેઓ 1 ઓગસ્ટે ચાર્જ સંભાળશે.સુદાન, આંધ્ર પ્રદેશ કેડરના અધિકારી છે,

તેમણે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે પણ સેવા આપી છે. તેઓ મુખ્ય બેટી બચાવો, બેટી પઢાવો અને આયુષ્માન ભારત મિશનમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. આ સિવાય નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધનો કાયદો બનાવવાનો શ્રેય પણ તેમને જાય છે.

Latest Stories