/connect-gujarat/media/post_banners/665791ae90e369a538896f5efd693a9c4ff77e5306ff246078ba1609dd898bd7.webp)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી સાંજે વક્ફ (સુધારા) બિલને પોતાની મંજૂરી આપી દીધી. સરકારે નવા કાયદા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું.
હવે કેન્દ્ર સરકાર નવા કાયદાના અમલીકરણની તારીખ અંગે એક અલગ નોટિફિકેશન બહાર પાડશે. આ બિલ (હવે કાયદો) 2 અને 3 એપ્રિલના રોજ લોકસભા અને રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા બાદ પસાર થયું.કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાને સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ અરજીઓમાં નવા કાયદાને પડકાર્યો છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે વકફ સુધારો કાયદો મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરે છે.
આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.આ અંગે કેન્દ્રીય મંત્રી રિજિજુએ કહ્યું કે આ કાયદાનો હેતુ વકફ મિલકતોમાં ભેદભાવ, દુરુપયોગ અને અતિક્રમણને રોકવાનો છે. આ બિલ (હવે કાયદો) ને રાજ્યસભામાં 128 સભ્યોએ ટેકો આપ્યો હતો, જ્યારે ૯૫ સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. તે 2 એપ્રિલના રોજ મોડી રાત્રે લોકસભામાં પસાર થયું. આ સમયગાળા દરમિયાન, 288 સાંસદોએ સમર્થનમાં મતદાન કર્યું અને 232 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું.