રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 ઓગસ્ટે 33 લોકોને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારથી સન્માનિત કર્યા. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. બાયોકેમિસ્ટ ગોવિંદરાજન પદ્મનાભનને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વિજ્ઞાન રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ સિવાય ઈસરોની ચંદ્રયાન ટીમને વિજ્ઞાન ટીમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.33 એવોર્ડ વિજેતાઓની યાદીમાં 18 યુવા વૈજ્ઞાનિકો માટે 'વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર' એવોર્ડ અને13 'વિજ્ઞાન શ્રી' એવોર્ડનો સમાવેશ થાય છે.વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આજીવન સિદ્ધિઓ અને યોગદાનને માન્યતા આપવા માટે 'વિજ્ઞાન રત્ન' આપવામાં આવે છે, જ્યારે 'વિજ્ઞાન શ્રી' વિશિષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.સરકારે પદ્મ પુરસ્કારની જેમ દેશના તમામ વિજ્ઞાન એવોર્ડની શરૂઆત કરતા જાન્યુઆરીમાં નેશનલ સાયન્સ એવોર્ડની શરૂઆત કરી હતી