બ્રિટનના મહારાણી Elizabeth II ના અંતિમ સંસ્કારમાં સામેલ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાણી Elizabeth IIના રાજ્ય અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે યુનાઇટેડ કિંગડમ જશે

New Update
બ્રિટનના મહારાણી Elizabeth II ના અંતિમ સંસ્કારમાં સામેલ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાણી Elizabeth IIના રાજ્ય અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત સરકાર વતી શોક વ્યક્ત કરવા 17-19 સપ્ટેમ્બર 2022ના રોજ લંડનની મુલાકાત લેશે. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે કરવામાં આવશે.

રાણી Elizabeth II ના અંતિમ સંસ્કારમાં સેંકડો રાજ્યના વડાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ દિવસને બ્રિટનમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. આ સિવાય ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ લંડન જશે.