Connect Gujarat
દેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સૌ પ્રથમ પેપરલેસ વિધાનસભાનો કરાવશે પ્રારંભ, ચાર દિવસીય સત્રમાં 9 બિલ લાવશે સરકાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સૌ પ્રથમ પેપરલેસ વિધાનસભાનો કરાવશે પ્રારંભ, ચાર દિવસીય સત્રમાં 9 બિલ લાવશે સરકાર
X

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે, આજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે અને આયુષ્યમાન ભવઃ એપ્લિકેશન પણ લોન્ચ કરશે. તેઓ વિધાનસભામાં સંબોધન કરશે અને રાજભવનથી ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે. અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જોકે છેલ્લા દિવસે કામકાજ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ આજે સૌ પ્રથમ પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ ગૃહમાં હાજર ધારાસભ્યોને રાષ્ટ્રપતિ મૂર્મુ સંબોધન કરશે. બાદમાં વિધાનસભાની ચાર દિવસીય કામગીરીનો પ્રારંભ થશે. તો રાષ્ટ્રપતિ આજે આયુષ્યમાન ભવઃ એપ્લિકેશન પણ લોન્ચ કરશે. ચાર દિવસીય સત્રમાં સરકાર 9 બિલ લાવશે. તો દરરોજ 1 કલાકની પ્રશ્નોત્તરી રહેશે. સરકાર ગૃહમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ કરશે.

Next Story