વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે

New Update
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે

વડાપ્રધાન મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે રાત્રે 9.15 કલાકે વડાપ્રધાન મોદી જામનગર પહોંચશે. જામનગર ખાતે પીએમ મોદી રાત્રી રોકાણ કરશે. 25 ફેબ્રુઆરીએ દ્વારકા, રાજકોટનાં કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 6.45 કલાકે જામનગરથી દ્વારકા જવા રવાના થશે. 25 ફેબ્રુઆરીએ સવારે 7.40 કલાકે પ્રધાનમંત્રી દ્વારકા પહોંચશે.

PM બેટ દ્વારકા મંદિરમા દર્શન અને પૂજા વિધિ કરશે

ત્યારે બાદ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરમાં દર્શન અને પૂતા વિધિ કરશે. 8.25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે. 9.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિર પહોચશે. ત્યારે બાદ બપોરે 1 કલાકે વડાપ્રધાન દ્વારકામાં જનસભાને સંબોધન કરશે. તે બાદ બપોરે 2.15 કલાકે વડાપ્રધાન મોદી દ્વારકાથી રાજકોટ આવવા રવાના થશે. જ્યાં બપોરે 3.30 કલાકે એઈમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. બપોરે 4.20 કલાકે વડાપ્રધાન એઈમ્સથી રાજકોટ જુના એરપોર્ટ પહોંચશે. ત્યારે બાદ સાંજે 4.45 કલાકે વડાપ્રધાન રેસકોર્સ ગ્રાઉન્ડ જનસભાને સંબોધન કરશે. 6.20 કલાકે વડાપ્રધાન મોદી રાજકોટથી દિલ્હી જવા રવાના થશે.

ઓખા - બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને લોકોને અર્પણ કરવા માટે આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે PMના આગમનને લઈ દ્વારકા મંદિરમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આગમન પહેલા દ્વારકા નગરીને રોશનીથી શણગારવામાં આવી છે. આ સાથે દ્વારકામાં PMના પ્રવાસને લઈને NDH ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ગ્રાઉન્ડમાં 25 હજારથી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતા વાળો ડોમ તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત સુરક્ષાના ભાગ રૂપે દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તાર તારીખ 24 થી 25 સુધી નો ફલાયાઈંગ ઝોન જાહેર કરાયો છે.

Read the Next Article

ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના, કાર નહેરમાં ખાબકતા 11 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.

New Update
car fall into canal

ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.

આ કારમાં કુલ 15 લોકો સવાર હતા. આ દુર્ઘટના અંગે યુપીના સીએમ કાર્યાલય તરફથી એક્સ પણ જણાવ્યું કે, સીએમ યોગી આદિત્યનાથે ગોંડા દુર્ઘટનાની માહિતી મેળવીને

શોકગ્રસ્ત પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ ઘાયલોને જરૂરી સારવાર માટે નિર્દેશ આપ્યા છે.

આ દુર્ઘટનાની જાણકારી મળતા જ વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓ અને કલેકટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જયારે નહેરમાં પડેલા લોકોમાંથી ચાર લોકોને બચાવવામાં આવ્યા છે. તેમજ આ લોકો મોતીગંજ જઈ રહ્યા હતા. આ કાર ઇટીયાથોક રેહરા બેલવા નજીક નહેરના ખાબકી હતી.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અને દુ:ખ વ્યકત કર્યું છે. તેમજ મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી હતી.

તેમણે એક્સ એકાઉન્ટ પર લખ્યું કે, ગોંડામાં થયેલી દુર્ઘટના અને જાનહાનિ અત્યંત દુ:ખદ છે. મારી સંવેદના શોક્ગ્રસ્ત પરિવાર સાથે છે. હું આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરું છું. તેમજ જીલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોની સારવાર માટે નિર્દેશ આપ્યા છે.

Uttar Pradesh News | CM Yogi Aadityanath | canal | financial assistance | car fall into canal | car | accident | 11 people died | big disaster 

Latest Stories