Connect Gujarat
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બરે સવાર 9.30 નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં વડાપ્રધાન આરાસુરી માં અંબાના દર્શનાર્થે પહોંચશે. ત્યાર બાદ વડાપ્રધાન ખેરાલુ પહોંચશે. જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

બીજા દિવસે તા. 31 નાં રોજ વડાપ્રધાન સવારે ગાંધીનગરથી કેવડીયા જવા રવાનાં થશે. કેવડીયા ખાતે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે. ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થશે તેવું પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે જણાવ્યું હતું. પીએમ મોદી ખેરાલુના ડભોડામાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને સંબોધશે. વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ કાર્યકરો-આગેવાનોમાં આનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Next Story