/connect-gujarat/media/media_files/2025/06/21/yog-2025-06-21-10-40-13.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ અહીં યોગ સત્રમાં ભાગ લઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વના લોકોને મારી શુભકામનાઓ પાઠવું છું. તેમણે કહ્યું કે આજે આખું વિશ્વ યોગ કરી રહ્યું છે. યોગનો અર્થ જોડવું છે, અને એ જોઈને આનંદ થાય છે કે યોગે સમગ્ર વિશ્વને એક સાથે જોડ્યું છે.
લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, "જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર પર નજર નાખું છું, ત્યારે મને ઘણી વાતો યાદ આવે છે. જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવી જોઈએ અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા."
તેમણે વધુમાં કહ્યું હતું કે આજના વિશ્વમાં આ પ્રકારનું સમર્થન કોઈ સામાન્ય ઘટના નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના ભલા માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. આજે 11 વર્ષ પછી આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના કરોડો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ સાથી યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે.