/connect-gujarat/media/media_files/2025/04/03/it6zzLKVCeBQtkbsLdbe.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના થાઈલેન્ડના પ્રવાસે છે અને પહેલા દિવસે તેઓ બેન્કોકમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન પીએમ મોદીએ રામાયણનું થાઈ રૂપાંતરણ 'રામકિયેન'ની પ્રસ્તુતિ જોઈ. 'રામકિયેન' થાઈ સંસ્કૃતિથી પ્રભાવિત રામાયણ છે. 'રામકિયેન'ને થાઈલેન્ડના રાષ્ટ્રીય મહાકાવ્ય તરીકે માનવામાં આવે છે અને થાઈ લિટરેચર 'કૈનન'નું એક અભિન્ન અંગ પણ છે. આ પહેલી વાર નથી કે પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમ્યાન તેમના સ્વાગતમાં ભારતની ધાર્મિક વિરાસતની ઝલક રજૂ કરી હોય.
'રામકિયેન'નું મંચન એકલક નુ-નગોએનની આગેવાનીમાં થાઈલેન્ડના 'બુન્દિતપટ્ટનસિલ્પા ઈન્સ્ટિટ્યૂટ'ના 'મ્યૂઝિક એન્ડ ડ્રામા ફેકલ્ટી'ના છાત્રોના એક ગ્રુપે કર્યું. મહાકાવ્યની પુનર્કથન 2 શાસ્ત્રીય નૃત્ય તરીકે એક અનોખા મિશ્રણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી, જે બંને દેશોની વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધોને પણ દર્શાવે છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી તસવીરો પણ પોસ્ટ કરી છે.