પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય છઠી મૈયા સાથે પોતાના સંબોધનની કરી શરૂઆત, કહ્યું 'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા'

બિહારમાં NDA પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. દિલ્હીમાં BJP મુખ્યાલયથી

New Update
css

બિહારમાં NDA પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. દિલ્હીમાં BJP મુખ્યાલયથી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય છઠી મૈયા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી. PM મોદીએ કહ્યું કે 'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા'. 

બિહારના પરિણામો અંગે PM મોદીએ કહ્યું, "આ પ્રચંડ વિજય, આ અટૂત વિશ્વાસ... 'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા'. અમે NDAના લોકો, લોકોના સેવક છીએ. અમે અમારી મહેનતથી લોકોને ખુશ કરતા રહીએ છીએ. આજે બિહારે બતાવ્યું છે કે ફરી એકવાર NDA સરકાર હશે."

લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓનો વિજય

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજની જીત ફક્ત NDA ની નથી, તે લોકશાહીમાં ભારતના લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓનો વિજય છે. આ ચૂંટણીએ ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મતદાનમાં વધારો એ ચૂંટણી પંચ માટે એક મોટી સિદ્ધિ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એ જ બિહાર છે જ્યાં માઓવાદી આતંક પ્રવર્તતો હતો, જ્યાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યે મતદાન સમાપ્ત થઈ જતુ હતું. પરંતુ આ વખતે  લોકોએ કોઈ પણ ભય વિના સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે મતદાન કર્યું છે. તમે જાણો છો કે જંગલ રાજ દરમિયાન બિહારમાં શું થતું હતું.  મતપેટીઓ ખુલ્લેઆમ લૂંટાઈ જતી હતી. આજે, તે જ બિહારમાં રેકોર્ડ મતદાન નોંધાઈ રહ્યું છે.

Latest Stories