Connect Gujarat
દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પરથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિભાનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિભાનું અનાવરણ કર્યું

X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિભાનું અનાવરણ કર્યું છે. 28 ફૂટ ઉંચી આ પ્રતિમા સિંગલ ગ્રેનાઇટ પત્થરથી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કરશે. સામાન્ય જનતા માટે સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ 9 સપ્ટેમ્બરે ખૂલશે. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથની બંને બાજુના વિસ્તારને 'સેન્ટ્રલ વિસ્ટા' કહેવામાં આવે છે. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, રેલવે ભવન, સંસદ ભવન, કૃષિ ભવન, નિર્માણ ભવન, ઉદ્યોગ ભવન, રક્ષા ભવન, રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય આર્કાઈવ્સ, બીકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ સહિત કેટલીય સરકારી બિલ્ડિંગો છે. અત્યારે હાલ થોડાં જ વિસ્તારોને સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યા છે, બાકીના ભાગોને પુનઃનિર્માણ બાદ ખોલવામાં આવશે.

સેન્ટ્ર્લ વિસ્ટા પુર્નવિકાસ પરિયોજના હેઠળ ત્રિકોણીય આકારનું નવું સંસદ ભવન, બધા જ મંત્રાલયો માટે કેન્દ્રીય સચિવાલય, નવા કાર્યાલય, વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટર લાંબા રાજપથમાં વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે આવાસનું નિર્માણ કરવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પર સ્થિત વિરાસત બિલ્ડિંગો જેવી કે સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક જેવા કેટલાંક જૂના ભવનોને તોડી પાડવામાં આવ્યા છે. જેથી નવી જરૂરિયાતોને પૂરી કરી શકાય.

ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી જવા માટેના માર્ગ રાજપથનું નામ બદલીને 'કર્તવ્યપથ' કરવામાં આવશે. આ રાતથી જ તેના ત્રણ ભાગમાંથી પહેલો ભાગ એટલે કે માનસિંહ રોડથી જનપથ, જનપથથી રફી માર્ગ જાહેર જનતા માટે ખોલવામાં આવશે. બાકીના બે ભાગ- ઈન્ડિયા ગેટ અને સી-હેક્સાગન પછી ખોલવામાં આવશે. આ એવન્યૂનું પાર્કિંગ શરૂઆતના એક-બે મહિના માટે ફ્રી રહેશે, બાદમાં તેના ભાવ નવી દિલ્હી નગરપાલિકા નિગમ દ્વારા નક્કી કરવામાં આવશે. અહીં 1125 કાર અને 40 બસના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story