Connect Gujarat
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો પ્રારંભ કરાવશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 20 ઓક્ટોબર શુક્રવારે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન આજે ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપશે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી હતી.દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે 17 કિલોમીટરનું અંતર કાપશે. 82 કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલીઝંડી અપાયા બાદ થોડા જ દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. નમો ભારત ટ્રેન 2025 સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાન અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે.

હાલની સ્થિતિએ આ રેપિડ ટ્રેન સાહિબાબાદથી સફર ખેડશે. તે ગાઝિયાબાદ, ગુલધર થઈને 15 થી 17 મિનિટમાં દુહાઈ ડેપો પહોંચશે. આ ટ્રેનની સુવિધા વિષે વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાલતી મોનોરેલ, દિલ્હી-એનસીઆર મેટ્રો અને નમો ભારત રેપિડ રેલ સુવિધા અને સલામતીને લઈ ખૂબ અલગતા ધરાવે છે. જેની સ્પીડ એ સૌથી મોટો તફાવત છે.

Next Story