વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દમણના પ્રવાશે, વિકાસના વિવિધ કર્યોનું કરશે લોકર્પણ

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દમણના પ્રવાશે, વિકાસના વિવિધ કર્યોનું કરશે લોકર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે આવવાના છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈ સમગ્ર દમણને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યુ છે. દમણમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તિરંગા કલરની લાઈટોથી ઈમારતો ચમકી ઉઠી છે. દમણના ઐતિહાસિક કિલ્લા તેમજ બીચનો અદભુત નજારો માણવા લોકો બહાર નીકળી રહ્યા છે.

દમણમાં અદભૂત નજારો જોઈને પ્રવાસીઓ પણ લાઈટિંગની સેલ્ફી લઈને મજા માણતા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમો મેડિકલ કોલેજ અને સ્ટેડિયમનું લોકાર્પણ કરશે. તેમજ દમણના સુદર સી ફેસ રોડ સહિત અંદાજે 4 હજાર 500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી દમણમાં 16 કિલોમીટર લાંબો રોડ શો કરશે .ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ દમણમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories