/connect-gujarat/media/post_banners/21b5f9b684c4c3429887970ee15473e8917d7efbf5618bb21c413e38175d59ab.webp)
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં હરખભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતથી લઈને દેશના વિવિધ ભાગોમાં આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર તેઓ ઘણી યોજનાઓ લોન્ચ કરશે. સાથે જ પીએમ મોદીના 73માં જન્મદિવસ પર ભાજપ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. સાથે જ આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદી દેશવાસીઓને ત્રણ ખાસ ભેટ આપશે.
દ્વારકા, દિલ્હીમાં બનેલી યશોભૂમિ દેશને સમર્પિત કરશે. PM એ પોતે 20 સપ્ટેમ્બર 2018 ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. યશોભૂમિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકો, પરિષદો, ટ્રેડ શો વગેરેના આયોજન માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ હશે. દર વર્ષે 100 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવાનો લક્ષ્યાંક છે. એક સાથે 90 થી 800 લોકો માટે 13 મીટીંગ હોલ છે.
આ સાથે જ PM મોદી આજે 11 વાગ્યે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે. આ ટ્રેન દ્વારા ધૌલા કુઆનથી દ્વારકા સેક્ટર 25 જશે. સૌથી પહેલા PM મોદી દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને એ બાદ IICCમાં જશે. ત્યાં 4 કેન્દ્રીય મંત્રી પીએમ મોદીનું સ્વાગત કરશે.