પ્રધાનમંત્રી કાર્યાલય PMO આજે 'સેવા તીર્થ' માં થશે ટ્રાન્સફર, પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી કાર્યાલય PMO આજે 'સેવા તીર્થ' માં ટ્રાન્સફર થશે અને પીએમ નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેનું ઉદ્ઘાટન કરશે. ઐતિહાસિક નોર્થ-સાઉથ બ્લોકને 'યુગે-યુગીન ભારત

New Update
scsss

પ્રધાનમંત્રી કાર્યાલય PMO આજે 'સેવા તીર્થ' માં ટ્રાન્સફર થશે અને પીએમ નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેનું ઉદ્ઘાટન કરશે. ઐતિહાસિક નોર્થ-સાઉથ બ્લોકને 'યુગે-યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય' (National Museum) માં બદલવામાં આવશે. જેમાં લગભગ 25-30 હજાર કલાકૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવશે.

આઝાદી પછી અત્યાર સુધી રાયસીના હિલ સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ઘણી યાદો જોડાયેલી છે. આઝાદી પછી આવેલી દરેક કસોટીઓથી લઈને સતત વિકાસ પામતા ભારત ની તે સાક્ષી રહયું છે. આ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમ મોદી છેલ્લી કેબિનેટ બેઠક કરશે. જે પછી તેઓ સેવ તીર્થ ભવનમાં શિફ્ટ થશે. આજે 13 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બપોરે 1:30 વાગ્યા આસપાસ પીએમ સેવા તીર્થનું ઉદઘતાં કરશે. જે પછી વડાપ્રધાન ઔપચારિક રીતે સેવા તીર્થ, કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદઘતાં કરશે. સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ સેવ તીર્થમાં આયોજન કરવામાં આવેલા એક સાર્વજનિક કાર્યક્રમને પણ સંબોધન કરશે.

સેવાતીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હશે. જે પહેલા અલગ અલગ જગ્યાએ હતા. 1900ના શરૂઆતના દશકમાં બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકરે બ્રિટિશ શાસનની જરૂરિયાત મુજબ તેને ડિઝાઇન કર્યું હતું.સરકારની યોજકના છે કે નોર્થ સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતને યુગે યુગેન ભારત નેશનલ મ્યુઝિયમમાં બદલી દેવામાં આવે. અને વિશ્વ સ્તરના મ્યુઝિયમના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જ્યાં ભારતની સભ્યતાને બતાવાશે. જેમાં લગભગ 25 થી 30 હજાર કલાકૃતિઓને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમ માંથી એક હોવાની સંભાવના છે.

Latest Stories