પંજાબના જાલંધરના રહેવાસી પંજાબી ગાયક ગેરી સંધુ પર ઓસ્ટ્રેલિયામાં એક શો દરમિયાન થયેલા વિવાદ બાદ હુમલો થયો હતો. સંધુના શોમાં આવેલા એક ચાહકે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સ્ટેજ પર ચઢી ગયો હતો અને સંધુનું ગળું પકડી લીધું હતું.જોકે, સ્થળ પર હાજર સંધુના સુરક્ષા ગાર્ડ અને પોલીસે કોઈક રીતે યુવકને પકડીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યો હતો.
બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે ગેરી સંધુ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે.ગેરી સંધુ ઓસ્ટ્રેલિયામાં લાઈવ શો કરી રહ્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગેરી સંધુ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં એક શો કરી રહ્યો હતો, જ્યાં તેના અવાજથી લોકો ઉત્સાહિત હતા. દરમિયાન, એક ગીત રજૂ કરતી વખતે, ગેરીએ તેના હાથની વચ્ચેની આંગળી ઉંચી કરીને ભીડ તરફ ઈશારો કર્યો.