"પંજાબની ધરા ધ્રુજી" અમૃતસરમા ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પંજાબના અમૃતસરમાં સોમવારે સવારે 3.42 કલાકે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી

New Update
"પંજાબની ધરા ધ્રુજી" અમૃતસરમા ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પંજાબના અમૃતસરમાં સોમવારે સવારે 3.42 કલાકે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનની અંદર 120 કિલોમીટર હતી. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

મહત્વનું છે કે, નેપાળમાં શનિવારે આવેલા 5.4ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી અને NCRથી ​​લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી 101 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનૌર, મુઝફ્ફરનગર અને શામલી સહિત અન્ય જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.