અમેઠીથી રાહુલ ગાંધી તો રાયબરેલીથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

New Update
અમેઠીથી રાહુલ ગાંધી તો રાયબરેલીથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકના પત્તા ખોલી નાખ્યાં છે. કોંગ્રેસે તેની પરંપરાગત રાયબરેલી બેઠક પર પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને અમેઠી બેઠક પર રાહુલ ગાંધીને ટિકિટ આપી છે. પ્રિયંકા ગાંધીને પહેલી વાર પોતાની પરિવારની પરંપરાગત બેઠક પર ચૂંટણી લડવાની તક મળી છે.

અત્યાર સુધી સોનિયા ગાંધી રાયબરેલથી પ્રતિનિધિત્વ કરતાં હતા, તેમની પહેલા તેમના સાસુ ઈન્દીરા ગાંધી પણ અહીઁથી સાંસદ રહી રહી ચૂક્યાં છે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે.અમેઠી બેઠક પર હવે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે મુખ્ય મુકાબલો છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડ્યાં હતા પરંતુ અમેઠીમાં તેમને સ્મૃતિ ઈરાનીએ હરાવ્યાં હતા, રાહુલ ફક્ત વાયનાડ બેઠક પરથી જીત્યાં હતા. આ વખતે પણ રાહુલ માટે કાંટાની ટક્કર છે.

Latest Stories