New Update
/connect-gujarat/media/media_files/2024/11/01/eKzfoIItvPzp2O6xfy3O.jpeg)
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 6 નવેમ્બરથી મહારાષ્ટ્રમાં વિપક્ષી જુથના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે. આ દિવસે તેઓ મુંબઈમાં મહા વિકાસ અઘાડી (MVA)ની સંયુક્ત રેલીમાં ભાગ લેશે.આ રેલીમાં NCP (SCP)ના વડા શરદ પવાર અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે હાજર રહેશે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ત્રણેય નેતાઓ કૉમન ગેરંટી પણ આપશે.બારામતીમાં મીડિયા સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે વિપક્ષનો ચૂંટણી પ્રચાર 6 નવેમ્બરે મુંબઈથી શરૂ થશે. MVA લોકોનું સમર્થન મેળવવા માટે એક કોમન મિનિમમ પ્રોગ્રામ પણ જાહેર કરશે.
રાજ્યમાં કેટલીક બેઠકો પર વિપક્ષ નેતાઓ વચ્ચે ફ્રેન્ડલી લડાઈ અંગે, પવારે કહ્યું - માત્ર 10-12 બેઠકો છે જ્યાં બે MVA ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે અમે આગામી થોડા દિવસોમાં કોઈ સમાધાન કાઢીશું અને સમસ્યાનો ઉકેલ લાવીશું.
Latest Stories