રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની આજથી ગુજરાતમાં એન્ટ્રી, આ સ્થળોની લેશે મુલાકાત

New Update
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની આજથી ગુજરાતમાં એન્ટ્રી, આ સ્થળોની લેશે મુલાકાત

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની આજથી ગુજરાતમાં એન્ટ્રી. બપોરે ત્રણ વાગ્યે દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સ્વાગત કરશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરી 10મી માર્ચના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી ગુરુ ગોવિંદજીના કંબોઈધામ, પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, બાડેલીનાસ્વરાજ આશ્રમ સહિતનાં ઐતિહાસીક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે.

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગુજરાતમાં 6 પબ્લીક મીટીંગ, 27 કોર્નર મીટીંગ કરશે, 70 થી વધુ સ્વાગત સ્થળોએ રાહુલ ગાંધીનું સ્વાગત થશે તથા શહેરી વિસ્તારમાં પદયાત્રા રાહુલ ગાંધી કરશે.

"ભારત જોડો ન્યાય યાત્રા" ચાર દિવસમાં ગુજરાતમાં 400 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. કોંગ્રેસના એક અધિકારીએ જણાવ્યું કે યાત્રા દાહોદ જિલ્લાના ઝાલોદમાં 7 માર્ચે બપોરે 3:00 વાગ્યાની આસપાસ પ્રવેશ કરશે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઝાલોદના કંબોઇ ધામ સ્થિત તેમના સ્મારક ખાતે સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી નાયક ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપીને ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે.

#Gujarat #India #ConnectGujarat #Rahul Gandhi #Bharat Jodo Nyaya Yatra
Latest Stories