/connect-gujarat/media/media_files/UabMeU7OhcXX7K4rTz5E.jpg)
રેલવેએ તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted નિવૃત્ત કર્મચારીઓને કરાર પર ફરીથી રોજગારી આપવામાં આવશે.
રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને સરળ, કાર્યક્ષમ બનાવવા તેમજ અનુભવી કર્મચારીઓની સેવાઓમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવા માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે, નિવૃત્ત કર્મચારીઓને પગાર લેવલ 1 થી પગાર લેવલ 9 સુધી ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારી આપી શકાય છે, જો કે તેઓ સમાન શ્રેણી/વર્ગના હોય અને ખાલી જગ્યા કરતા માત્ર ત્રણ સ્તર ઉપરના પદ પરથી નિવૃત્ત થયા હોય.
નવા નિયમ મુજબ, સમાન પગાર લેવલથી નિવૃત્ત થયેલા અને યોગ્ય જણાતા કર્મચારીઓને ઉચ્ચ લેવલના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હવે ડીઆરએમને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યાલય સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારીની સત્તા જનરલ મેનેજર પાસે રહેશે. જોકે, ફરીથી ભરતી માટે કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા હજુ પણ જનરલ મેનેજર પાસે રહેશે.