/connect-gujarat/media/media_files/2025/05/03/8HDO8AUBtefMKNTP0M6D.jpg)
હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજસ્થાનથી આગામી 24 કલાક બાદ ચોમાસની વિદાયની શરૂઆત થશે, જો કે ચોમાસાની વિદાયની તારીખ જાહેર થયાની સાથે બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આજે મહારાષ્ટ્ર પર પહોંચતા આજથી જ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આ સિસ્ટમ ગુજરાતમાં પણ વરસાદ લાવશે.
બંગાળથી ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતના આ વિસ્તારમાં લાવશે વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી મેઘરાજાની એન્ટ્રીનનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અને મધ્ય ગુજરાતના જિલ્લામાં આ સિસ્ટમથી વરસાદ વરસશે.
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારમાં વરસાદ વરસશે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે જે 22 23 સપ્ટેમ્બર સુધી રહેશે, આ દિવસથી વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, આ વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદનું જોર રહેશે. ખાસ કરીને તાપી, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ગોધરા, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુરમાં વરસાદ વરસશે, આ ઉપરાંત સોરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારમાં હળવોથી મધ્યમ છૂટછવાયા વરસાદનું અનુમાન છે.