Connect Gujarat
દેશ

MP, પંજાબ-હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ, રાજસ્થાનમાં વીજળી પડતાં 6નાં મોત

MP, પંજાબ-હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ, રાજસ્થાનમાં વીજળી પડતાં 6નાં મોત
X

શુક્રવારથી ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો છે. મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટન ડિસ્ટબર્ન્સની ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી 6 દિવસ સુધી રહેશે. મધ્યપ્રદેશના ગ્વાલિયર અને બુરહાનપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે ઉજ્જૈન સહિત 22 જિલ્લામાં કરા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.બીજી તરફ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં જોરદાર તોફાન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. યુપીના ઝાંસીમાં સાંજે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

રાજસ્થાનના વિવિધ શહેરોમાં વરસાદ અને કરા પડ્યા હતા. ટોંક અને સવાઈ માધોપુરમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દૌસા અને સવાઈ માધોપુરમાં વીજળી પડવાથી 6 લોકોનાં મોત થયાં છે.ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થયું છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ શુક્રવારે હવામાનમાં પલટો જોવા હતો. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ કરા પણ પડ્યા હતા. બીજી તરફ હવામાનના પલટાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

Next Story