/connect-gujarat/media/post_banners/7f8e642cafc64c35c689e50d83388c7575dde84b519922740ad565f8de692788.webp)
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે બીજેપીની બીજી યાદીની સાથે કૉંગ્રેસે પણ તેના પ્રથમ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં કુલ 33 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને સરદારપુરાથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ સચિન પાયલટ ફરી ટોંકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. લક્ષ્મણગઢથી પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ દોટાસરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સીપી જોશીને નાથદ્વારાથી ટિકિટ મળી છે.
આ વખતે કૉંગ્રેસે નોહરથી અમિત ચૌહાણ, કોલાયતથી ભંવર સિંહ ભોટી, સાદલપુરથી ક્રિષ્ના પુનિયા, સુજાનગઢથી મનોજ મેઘવાલ, માંડવાથી રીટા ચૌધરી, વિરાટનગરથી ઇન્દ્રરાજ સિંહ ગુર્જર, માલવિય નગરથી અર્ચના શર્મા, સાંગનેરથી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, મંડાવરથી લલિત કુમાર યાદવ, અલવરથી ટીકારામ જુલી , સિકરાઈથી મમતા ભૂપેશને ટિકિટ આપવામાં આવી છે.