રાજસ્થાન: બિકાનેરમાં ગેરકાયદેસર ગેસ રીલીફિંગ કરતા સમયે બ્લાસ્ટ,6 લોકો ગંભીર રીતે દાઝ્યા

રાજસ્થાનના બીકાનેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતી વખતે બ્લાસ્ટ થતાં 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ ઘટના ગુરુવારે રાત્રે નોખાના પાટડી પેડા રોડ પર બની

New Update
rajsthan
રાજસ્થાનના બીકાનેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતી વખતે બ્લાસ્ટ થતાં 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ ઘટના ગુરુવારે રાત્રે નોખાના પાટડી પેડા રોડ પર બની હતી. મળતી માહિતી મુજબ, અહીં એક રિક્ષા રિપેરિંગની દુકાનના ભોંયરામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. એક વ્યક્તિનો સળગતો વીડિયો પણ સામે આવ્યો છે.
કાઉન્સિલર અંકિત તોષનીવાલ અને દેવકિશન ચાંડક ઘાયલોને તાત્કાલિક નોખાની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને બીકાનેર રીફર કરવામાં આવ્યા હતા.માહિતી મળતા જ નોખાના સીઓ હિમાંશુ શર્મા અને પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારી હંસરાજ લુણાએ જણાવ્યું - અકસ્માતમાં કુશલ, આનંદ, ધનરાજ, કિશન, ઓમ પ્રકાશ અને ખિંદાસર નિવાસી મુકેશ ઘાયલ થયા છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
Latest Stories