/connect-gujarat/media/post_banners/99aa4e49d5cb2690e855980393028eaa5ac88d7f2b26a3cc948aca94b73429fa.webp)
રક્તદાન એ મહાન દાન છે. આપણે જીવનમાં ક્યારેક તો આ વાક્ય સાંભડયું જ હશે. કારણ કે ઇમરજન્સીમાં લોહીના અભાવે માણસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યકતીને લોહી આપવાથી તેનો જીવ બચી જતો હોય છે. આપણાંમાથી ઘણા લોકોએ રકતદાન કર્યું હશે, તો કેટલાકને ખબર નહીં હોય કે ક્યારે રક્તદાન કરી શકાય. પરંતુ દરેક વ્યકતી રક્તદાન કરી શકતો નથી. એક અહેવાલ અનુસાર 30 વ્યક્તિમાંથી માત્ર 1 જ વ્યકતી રક્તદાન કરવા માટે યોગ્ય હોય છે. જો તમે પણ રક્તદાન કરવાનું વિચારી રહ્યા છો. ચાલો જાણીએ કોણ રક્તદાન કરી શકે અને કોણ નહિઁ.
1. જો કાન વીંધાવ્યા હોય કે ટેટૂ કરાવ્યુ હોય
જે લોકોએ તાજેતરમાં જ કાન, નાક કે શરીરનો કોઈ પણ ભાગ વિંધાવ્યો હોય અથવા ટેટૂ કરાવ્યા હોય તે લોકો રક્તદાન કરી શકતા નથી. જો તમે પણ કોઈ પરમેનન્ટ મેકઅપ ટ્રીટમેંન્ટ કરવી હોય અને તમે રક્તદાન કરવાનું વિચારી રહે હોય તો તમારે 4 મહિના સુધી રાહ જોવી પડશે. આ બાબતે નિષ્ણાંતો કહે છે કે ટેટૂ કે મેકઅપ ની સારવાર પછી તરત જ રક્તદાન કરવાથી હિપેટાઇટીસ વાયરસના ચેપનું જોખમ રહેલું હોય છે.
2. સેક્સુઅલિટીનો પણ એક નિયમ છે
સમલૈંગિકો અથવા એવા લોકો કે જેમણે નવો સેક્સુઅલ પાર્ટનર શોધ્યો હોય અથવા સેક્સ વર્કર સાથે સંબંધ બાંધ્યો હોય તેમને પણ 12 મહિના પહેલા રક્તદાન કરવા પર પ્રતિબંધ છે.
3. ઓછું વજન
જો તમારું વજન 49 કિલોથી ઓછું હોય તો પણ તમે રક્તદાન કરી શકતા નથી. રેડક્રોસના નિયમ પ્રમાણે 18 વર્ષથી વધુના વ્યકતીએ BMI ના હિસાબ પ્રમાણે વજન જાળવી રાખવું પડે છે. તો જ તે રક્તદાન કરી શકે છે.
4. એન્ટિબાયોટિક્સ દવા લેતા લોકો નથી કરી શકતા રક્તદાન
જો તમે એન્ટિબાયોટિક દવાનો કોઈ કોર્સ કરી રહ્યા હોવ તો તમે રક્તદાન કરી શકતા નથી. જો તમને સાત દિવસની અંદર ચેપ લાગ્યો હોય તો પણ તમે રક્તદાન કરી શકતા નથી.
રક્તદાન પહેલા મુખ્ય બાબતો જાણી લો
-ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.
-સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.
-જો તમને રક્ત સંબંધિત કોઈ રોગ જેમ કે હિમોફિલિયા વગેરે હોય તો રક્તદાન ન કરો.
-18 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રક્તદાન ન કરવું જોઈએ.
રક્તદાન કરતા પહેલા આટલુ કરો
-જે દિવસે તમે રક્તદાન કરવાના છો તે દિવસ પહેલાની રાત્રે હળવો ખોરાક લો.
- ચરબીયુક્ત ખોરાક, જંક ફૂડ, આઈસ્ક્રીમ, ફ્રાઈસ બર્ગર, મીટ-ફિશ ખાવાનું ટાળો.
- રક્તદાન કરતા પહેલા પુષ્કળ પાણી પીવો.
- રક્તદાન કરતા પહેલા રાત્રે દારૂ ન પીવો.