રામોજી ફિલ્મ સિટીના માલિક રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન

રામોજી રાવ 5 જૂનથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને હાઈ બ્લડ પ્રેશર રહેતું હતું...

New Update
રામોજી રાવનું નિધન

વરિષ્ઠ નિર્માતા અને હૈદરાબાદ ફિલ્મ સિટીના વડા અને ETV નેટવર્કના માલિક રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમનું અવસાન 8 જૂન એટલે કે શનિવારે સવારે 3.45 કલાકે થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તેઓ 5 જૂનથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને હાઈ બ્લડ પ્રેશર રહેતું હતું. રામોજીએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગ, મીડિયા અને પત્રકારત્વમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 

રામોજી રાવ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા હતા. તેઓ થોડા વર્ષો પહેલા જ કોલોન કેન્સરમાંથી સાજા થયા હતા. તેમના નિધનથી બોલિવૂડ જગતને પણ મોટો આંચકો લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હૈદરાબાદમાં થયું છે, તેમની સારવાર હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં ચાલી રહી હતી.

 

Latest Stories